તારા હાથે બનેલી ખિચડીમાં મને
પકવાનનો રસાસ્વાદ આવે છે ,
આજે પણ અંધારામાં સીડી ચઢતાં ,
તારૂં શીખવેલું રામ-નામ યાદ આવે છે.
કયારેક તારો ખોબે ખોબે ઢોળાયેલો વ્હાલ ,
તો ક્દી તારો મારો વિવાદ યાદ આવે છે.
તારો અવાજ સાંભળી વળે છે એટલી જ શાતા,
જાણે એમાંથીય બ્રહ્મનો નાદ આવે છે .
તું સમજે છે આજે મને એ રીતે
મારા વાક્યમાં તારા વાત્સલ્યનો અનુવાદ આવે છે.
આજે પણ તારા વિના હોરાતું " તેજ " છું,
તું જ્યાં પણ હોય " માઁ " બહુ યાદ આવે છે.
પકવાનનો રસાસ્વાદ આવે છે ,
આજે પણ અંધારામાં સીડી ચઢતાં ,
તારૂં શીખવેલું રામ-નામ યાદ આવે છે.
કયારેક તારો ખોબે ખોબે ઢોળાયેલો વ્હાલ ,
તો ક્દી તારો મારો વિવાદ યાદ આવે છે.
તારો અવાજ સાંભળી વળે છે એટલી જ શાતા,
જાણે એમાંથીય બ્રહ્મનો નાદ આવે છે .
તું સમજે છે આજે મને એ રીતે
મારા વાક્યમાં તારા વાત્સલ્યનો અનુવાદ આવે છે.
આજે પણ તારા વિના હોરાતું " તેજ " છું,
તું જ્યાં પણ હોય " માઁ " બહુ યાદ આવે છે.
