Wednesday, July 1, 2009

લાગણી....

લાગણી, હ્રદયમાંથી ફૂટ્તું ઝરણ ?
કે ઈશનું ગેબી સ્નેહ - સમીકરણ ?
લાગણીમાં જીવન વસંત - વસંત ...
ના હોય તો જીવતે-જીવત મરણ ..મરણ ...

ચાલ

ચાલ એક્મેકને જાણી લઈએ,
અરસ-પરસ અંતર ઓગાળી લઈએ ....


છે અંતરાય મિલનમાં મીણ સમા,
આયખું પ્રીતમાં પીગાળી લઈએ ....


કાલનો કોઈને ક્યાં ભરોસો
અબઘડી આજને આનંદમાં ગાળી લઈએ


વિશ્વાસ છે નથી વાયદાની જરુર,
અમસ્તી હળવી એક તાળી લઈએ ...


આત્મા ને અસ્તિત્વ ક્યાં અલગ,
એકમેકને એકમેકમાં ઢાળી લઈએ ....


ક્લેશ - દ્વેષને રોકે ઊંબરા પાર,
ઘર આંગળ એવી પાળી લઈએ ....


ઉર આંખડીને આતુરતા તારી,
હર પળે તમને નિહાળી લઈએ ....


સંગાથે હર દિન ઉત્સવ સમો,
વ્હાલ વસંતની રંગોળી લઈએ ....


સુખની રેલમછેલમાં સહભાગી,
દુઃખમાં પરસ્પરને સંભાળી લઈએ ....


મુજમાં તુજમાં રમે એક જ તત્વ,
અહમને ઓગાળી ઈશને ભાળી લઈએ ....


પૂછ્યું ખુદાએ ને મળ્યો જો મોકો માંગવાનો,
"જતન" સાથે જીંદગી હેત હૂંફાળી લઈએ ....


શમણાંના સૂરજ ઉગશે જ ઉગશે,
અંતરને " તેજ" થી અજવાળી લઈએ ....


( ઑકટોબર ૨૦૦૫ , મારા દાંપત્ય જીવનની સુવાસ કાવ્ય રુપે )

Friday, June 26, 2009

ક્દી શ્વસીએ છે કદી શ્વસતા નથી,
ચાલે છે જીવન પરાણે પરાણે....


ના રાખતા અપેક્ષા કો' મારી કને ,
લાગણી મૂકી છે મશાણે મશાણે ....


ન પૃચ્છા , ઈચ્છા ,મહેચ્છા રાખશો મારી,
તમે તમારે ને અમે અમારે ઠેકાણે ઠેકાણે....


જોજનોનુ અંતર હવે મારે તમારે,
મુલાકાત થતી રહેશે સંભારણે સંભારણે....


ઘવાયા છે કેટલા જુઓ એકવાર,
તમારા દુલઁક્ષ્યના કારણે કારણે .....


શ્વસુ એવી જો હો ખેવના આપને,
વરસજો મેઘ શ્રાવણે શ્રાવણે .....


પ્રજ્વલિત થવાનુ કાયઁ સોંપ્યુ છે ઈશે,
પ્રગટશે "તેજ" અટાણે અટાણે .....

"તેજ"

Tuesday, June 23, 2009

कुछ इस तरह

बिछ्ड के भी न होंगे जुदा ,
तुजे पाया हे हमने कुछ इस तरह

.
हरपल तुजमें खोये रहते हे ,
तेरे प्यारमें डूबे हे कुछ इस तरह .

महेसूस कर सकते हे हर जगह तुजे ,
तुम पास हो मेरी कुछ ईस तरह .

ऑखोमें तेर चेहरा हमेशा होगा ,
दिलमें बसाया हे तुजे कुछ इस तरह.

तेरा नाम लेके चलती हे सांसे ,
याद करते हे तुजे कुछ इस तरह .

बेवफाई होती हे क्या? क्या पता ,
वफाको निभाया हे कुछ इस तरह .

परछाई अलग नहि होती कभी भी ,तेरे साथ चलते हे कुछ इस तरह .
सूखे पत्ते करते हे बहार की आरझू , तेरा ईतंझार भी करते हे कुछ इस तरह .
बरसती हे बारिश जेसे जोरशोर से ,
जुदाईमें आंसु भी निकलते हे कुछ इस तरह .

कहां भूले हे लॉग आज भी ताज को ,
करेंगे याद हमारी महोब्बत भी कुछ इस तरह .


" तेज "

Monday, June 22, 2009

મોસમ વરસાદની

ફરી ફરીને વાત વરસાદની,
મનમાં મહેકે મોસમ વરસાદની .....

ચાતક બનવાની મને તમન્ના,
રાહ જોવી ગમે મને વરસાદની ......

દુઆ -બદદુઆ વચ્ચે ઘેરાતો,
કેવી કરુણ ગાથા વરસાદની.......

આભાસી ચિત્રો રચે અવકાશે,
છેતરાઈ હું પણ વાદે વરસાદની ......

"તેજ" ઓઝલ થાતું ક્ષિતિજ પાર,
ઝરે જેમ - જેમ બૂંદો વરસાદની......

આવે ના આવે, વાત અવિશ્વાસની,
પારખે કોણ આ નિયત વરસાદની .......

" Tej "

Sunday, June 21, 2009

જીવનને મૃત્યુ ફરી,
મૃત્યુ પછી જીવન ફરી ફરી ..

ઉગમને અસ્ત ફરી,
વસંતને પાનખર ફરી ફરી ...

વિરહ પછી મિલન ફરી
સહસ્ત્ર નિરાશામાં આશા ફરી ફરી ....

શંકા ને મૂંઝવણ ફરી,
દઢ કરતો તમારો વિશ્વાસ ફરી ફરી ....

ઘટમાળ ચાલતી ધરાની ફરી,
બદલાવ ઋતુમાં થાય ફરી ફરી ....

ઝંખના હો મારી એક ફરી,
મળો સાતેય જન્મારે તમે ફરી ફરી .... ( ઓકટોબર ૨૦૦૦)

" મા "

વરસાવે એ અમૃત અમી ,
મમતા ની એ મૂરત સમી ....
હિંમતથી મુશ્કેલી સહી ,
રહે અડગ પવૅત સમી ....
નથી પ્રજ્ઞાની એને કમી ,
જ્ઞાન - ગંગાની સરિતા સમી....
નથી કોઈને કદી ધુત્કારતી ,
દાખવે ક્ષમા ધરિણી સમી ....
કોઈ નહિ આ તો મારી " મા ",
મારી એક સખી સમી ......
( ૧૭/૧૨/૧૯૯૬ , મમ્મી ને એના જન્મદિને એક નાની ભેટ )