Wednesday, July 1, 2009

ચાલ

ચાલ એક્મેકને જાણી લઈએ,
અરસ-પરસ અંતર ઓગાળી લઈએ ....


છે અંતરાય મિલનમાં મીણ સમા,
આયખું પ્રીતમાં પીગાળી લઈએ ....


કાલનો કોઈને ક્યાં ભરોસો
અબઘડી આજને આનંદમાં ગાળી લઈએ


વિશ્વાસ છે નથી વાયદાની જરુર,
અમસ્તી હળવી એક તાળી લઈએ ...


આત્મા ને અસ્તિત્વ ક્યાં અલગ,
એકમેકને એકમેકમાં ઢાળી લઈએ ....


ક્લેશ - દ્વેષને રોકે ઊંબરા પાર,
ઘર આંગળ એવી પાળી લઈએ ....


ઉર આંખડીને આતુરતા તારી,
હર પળે તમને નિહાળી લઈએ ....


સંગાથે હર દિન ઉત્સવ સમો,
વ્હાલ વસંતની રંગોળી લઈએ ....


સુખની રેલમછેલમાં સહભાગી,
દુઃખમાં પરસ્પરને સંભાળી લઈએ ....


મુજમાં તુજમાં રમે એક જ તત્વ,
અહમને ઓગાળી ઈશને ભાળી લઈએ ....


પૂછ્યું ખુદાએ ને મળ્યો જો મોકો માંગવાનો,
"જતન" સાથે જીંદગી હેત હૂંફાળી લઈએ ....


શમણાંના સૂરજ ઉગશે જ ઉગશે,
અંતરને " તેજ" થી અજવાળી લઈએ ....


( ઑકટોબર ૨૦૦૫ , મારા દાંપત્ય જીવનની સુવાસ કાવ્ય રુપે )

2 comments:

  1. આત્મા ને અસ્તિત્વ ક્યાં અલગ,
    એકમેકને એકમેકમાં ઢાળી લઈએ ....

    khuub saras..khub gamiyu...

    ReplyDelete

  2. મુજમાં તુજમાં રમે એક જ તત્વ,
    અહમને ઓગાળી ઈશને ભાળી લઈએ ....
    કેટલું સુંદર ! મારાં બ્લોગ માંથી કઈંક ટપકાવું ?
    તને કેટલો પ્રેમ કરું છું એમ ?
    હાડમાં હાડ, ચામમાં ચામ, રક્તમાં રક્ત તો આત્મામાં આત્મા...
    વધુ તો શું કહું ?

    ReplyDelete